જે લોકો રોજિંદા જીવનમાં કબીરના દોહાનો અર્થ સમજી લે છે, તેમની અનેક સમસ્યાઓનો ઉકેલ મળી શકે છે. કબીરદાસજી કહેતા કે, જે લોકો ગુસ્સાવાળા, લાલચી, અહંકારી છે, તેઓ ક્યારેય ભક્તિ કરી શકતાં નથી. આ અવગુણો બને તેટલાં જલ્દી છોડી દેવા જોઇએ. ત્યારે જ આપણું મન શાંત થઇ શકે છે.